100+ ભાવભીની શ્રદ્ધાંજલિ ના શબ્દો અને મેસેજ 2024 | Condolence Message in Gujarati

3.7/5

જ્યારે કોઈ પ્રિયજનનું અવસાન થયું હોય ત્યારે શોકની લાગણી પ્રદાન કરવા માટે યોગ્ય Condolence Message in Gujarati શોધવા મુશ્કેલ છે. કેમકે ભાવનાઓ સાથે કામ કરવું દરેક માટે મુશ્કેલ હોય છે. ક્યારેક આપડી ભાવનાવો કે લાગણીઓને લેખિત શ્રદ્ધાંજલિ શબ્દો માં વધુ સારી રીતે વ્યક્ત કરી શકાય છે. અહીં હું તમારા માટે વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ, શ્રદ્ધાંજલિ મેસેજ અથવા Shradhanjali Message in Gujarati ની એક સૂચિ બનાવી લાવ્યો છું.

ભાવભીની શ્રદ્ધાંજલિ

શોકની લાગણી પ્રદાન કરવા માટે અહીં નીચે કેટલાક સુંદર શ્રદ્ધાંજલિ મેસેજ, Shradhanjali in Gujarati Words, પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ મેસેજ, Death Shradhanjali Message in Gujarati, શ્રદ્ધાંજલિ સંદેશ, Gujarati Shradhanjali Messages, વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ, Condolence Message in Gujarati, Death Shradhanjali SMS in Gujarati, શ્રદ્ધાંજલિ શાયરી, અને RIP Message in Gujarati આપેલ છે. જે તમને દિલગીરી વ્યક્ત કરવા માટે ઉપયોગી થશે.

Shradhanjali Message in Gujarati

અંજલી અર્પણ કરીએ તો આંસુ સારે છે, તસ્વિર તમારી જોતા હૈયુ રડે છે.
દરીચા જેવું નિખાલસ હદય, કુટુંબ સાથેનો આપનો અતુટ નાતો કાયમી સંભારણું બની રહેશે.
🙏ઈશ્વર તમારા દિવ્ય આત્માને શાંતી આપે એજ પ્રાર્થના🙏

તમારા અચાનક વિદાય થી અમે ખરે-ખર દુઃખી છીએ. ભગવાન અમારી પ્રાર્થનાઓ તમારા વતી સ્વીકારે.
💐ઈશ્વર તમારી પવિત્ર આત્માને શાંતિ આપે💐

જ્યારે આપણે પૃથ્વી પર કોઈ પ્રિય વ્યક્તિને ગુમાવીએ છીએ, ત્યારે આપણે સ્વર્ગમાં એક દેવદૂત મેળવીએ છીએ, જે આપણી ઉપર ધ્યાન રાખે છે.
હવે આપણી ઉપર નજર રાખવા માટે આપણી પાસે એક દેવદૂત છે, એ જાણીને આપણને દિલાસો થાય.
🌹 પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે 🌹

Shradhanjali Message in Gujarati
Shradhanjali Message in Gujarati

રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તારી,
નાની ઉંમરે તારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી ગઈ,
મન હજુ માનતું નથી કે તું અમારી વચ્ચે નથી.
🙏 પ્રભુ તારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના 🙏

તમો એક પળમાં જીંદગીનું સંભારણું છોડી ગયા,
જંદગી હતી ટૂંકી પણ લાગણીઓ અપાર મુકી ગયા.
સ્તબ્ધ થઈ જીંદગી અમારી તમારા વગર,
પરમકૃપાળુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.💐

wp group link

આ પણ જુઓ:-

Condolence Message in Gujarati

કોઈ વ્યક્તિ કે જે આ પૃથ્વી પરથી અવસાન પામે છે તે, ક્યારેય સાચા અર્થમાં પૃથ્વી છોડતો નથી.
કારણ કે તે આપણા હૃદયમાં અને મનમાં હજી પણ જીવંત છે, આપણા દ્વારા તે જીવે છે.
કૃપા કરીને મારી/અમારી સંવેદના સ્વીકારો, તે/તેણી ભુલાશે નહીં.
🌹 પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે 🌹

આત્મા કદી જન્મતો નથી કે મૃત્યુ પામતો નથી.
જે નાશ પામે છે તે શરીર છે. આત્મા આજીવન
શાશ્વત અને અમર છે. ઇશ્વર આપના દિવ્ય
આત્માને પરમશાંતિ અર્પે એજ પ્રાર્થના.🙏

ગુજરાતી શાયરી & સુવિચાર 2024 નું App ઇન્સ્ટોલ કરવા:- Click Here

શબ્દો નથી એમના માટે હવે મારી પાસે, એ જેટલા છે
એટલા નથી હવે મારી પાસે, એમનાથી ભલે હમણા હું દુર છું,
પરંતુ મને જાણ છે, એ વટવૃક્ષની છાંચા હંમેશા રહેશે મારી પાસે.
🌷 પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે 🌷

Condolence Message in Gujarati
Condolence Message in Gujarati

હું તમને સમજાવી શકતો નથી કે હું તેમને ખરેખર કેટલા યાદ કરું છું. તેઓ સમગ્ર વિશ્વ માટે પ્રેરણા છે.
તેઓ વિશ્વાસ, હિંમત અને શક્તિથી ભરેલા હતા, તેમને ક્યારેય ભૂલી નહીં શકાય.
🙏 ભાવ ભરી શ્રદ્ધાંજલિ 🙏

રડી પડે છે આંખો અમારી, દરેક પ્રસંગે ખટકશે ખોટ તમારી,
પળભરમાં છેતરી ગયા અમને. હસમુખો ચહેરો, માયાળુ – ઉદાર સ્વભાવ,
સૌમ્ય વ્યકિતત્વ સદાય યાદ રહેશે અમોને,
ઇશ્વરને પુછીશું અમે કે જેની જરૂર હતી અમારે તેની તમારે શી જરૂર પડી ?
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.
ૐ શાંતિ… ૐ શાંતિ… ૐ શાંતિ…💐

Shradhanjali in Gujarati Words

દરિયાદિલી જેમના શ્વાસોમાં હતી, કરૂણા જેમના હૃદયમાં હતી, પરોપકાર જેમના પગલામાં હતો.
કોઈના દુખે દુઃખી અને કોઈના સુખે સુખી એવો જીવનમંત્ર હતો, આખું જીવન તનતોડ મહેનત કરી સુખનો સાગર સોંપતા ગયા.
🌷પરમાત્મા તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એ જ પ્રાર્થના🌷

આંખો હજુ નિહાળે છે તમને,
અંતર હજુ પોકારે છે તમને,
સ્મરણ તમારૂ થાય છે અમને,
મન મુકીને રડાવે અમને,
શ્રધ્ધાંજલી અર્પવા ઉપાડી કલમ,
આંસુથી ભીજાય ગયા કાગળ.
પરમ કૃપાળુ પરમાત્મા તમારા
આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના
ૐ શાંતિ… શાંતિ… શાંતિ…🙏

સજજનતા તમારી સુવાસ હતી, પ્રસન્નતા તમારૂં
જીવન હતું, સત્કર્મ તમારી શોભા અને પરોપકાર
તમારું કર્તવ્ય હતું, ધર્મ કદી ભુલ્યા નહીં, વ્યવહાર
કદી ચુકયા નહી, એવા આપના દિવ્ય આત્માને પ્રભુ
પરમાત્મા શાંતિ અર્પે એજ પ્રાર્થના.🌹

Shradhanjali in Gujarati Words
Shradhanjali in Gujarati Words

અંજલી આપતા શબ્દો ખુટે છે, પુષ્પાંજલી આપતા પુષ્પો
ખુટે છે, રડતા રડતા અશ્રુઓ ખૂટે છે, કુદરતના ખજાને
ખોટ પડે છે ત્યારે માયાળુ માનવીના ખજાના લુટે છે.
આપનો લાગણીશીલ સ્વભાવ કયારેય ભુલાશે નહીં,
💐પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના💐

લોગ કહેતે હૈ કી કીસી એક કે ચલે જાને સે જીંદગી અધુરી નહી હોતી,
લેકીન લાખો કે મીલ જાને સે “બેટી” કી કમી પુરી નહી હોતી.
મીસ યુ. પ્રીતિ ( …….. )🌸

Death Shradhanjali SMS in Gujarati

સમય ની સાથે જખ્મ તો ભરાય જશે,
પણ જે જિંદગીના સફર માં ખોવાય ગયા,
તે ક્યારેય પાછા નહિ આવે.
🌷 ૐ શાંતિ 🌷

હમણાં તમે જે અનુભવો છો તે હું સમજી શકતો નથી અથવા કલ્પના પણ કરી શકતો નથી, ભૂલશો નહીં કે અમે તમને પ્રેમ કરીએ છીએ અને અમે હંમેશાં તમારી સાથે રહીશું.
🌷 ભગવાન તેમની આત્મા ને મોક્ષ પ્રદાન કરે 🌷

તમારા ________ ના અવસાન પર તમને અને તમારા કુટુંબ પ્રત્યેની અમારી સંવેદના. અમારી મિત્રતા અને પ્રાર્થનાઓ તમને આ મુશ્કેલ સમયમાંથી ઉગારવા માટે સહાય રૂપ થશે.
🌹 ભગવાન તેમની આત્મા ને શાંતિ અર્પે 🌹

Death Shradhanjali SMS in Gujarati
Death Shradhanjali SMS in Gujarati

હું/અમે ___(નામ)___ ના અવશાન વીસે સાંભળીને ખરેખર દિલગીર છીએ. કૃપા કરીને અમારી સંવેદના સ્વીકારો અને અમારી પ્રાર્થનાઓ તમને દિલાસો આપવા અને તેના આત્માની સ્વર્ગ સુધીની સફરમાં મદદ કરે.
🌷 ૐ શાંતિ 🌷

વક્ત કે સાથ જખ્મ તો ભર જાયેંગે,
મગર જો બિછડે સફર જિંદગી મેં,
વો ફિર ના કભી લોટ કર આયેંગે.
🙏 ઓમ શાંતિ 🙏

RIP Message in Gujarati

અમોને ઋણી બનાવી, મોતને સામેથી ભેટનાર એ ભડવીર ભામાશા ને કોટી કોટી વંદન.
🌹 ભગવાન તેમની આત્મા ને મોક્ષ પ્રદાન કરે 🌹

તમારી માતા/પિતાના અવસાનના દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા, અમે તે સાંભળીને ખૂબ જ દુઃખી છીએ,
ભગવાન તેમના આત્માને શાંતિ આપે, અને તમને આ મુશ્કેલ સમયમાંથી પસાર થવાની હિંમત આપે.
💐 ભાવ ભરી શ્રદ્ધાંજલિ 💐

ઈન આંસુઓ કો બહ લેને દીજિયે,
દર્દ મેં એ દવા કે કામ કરતે હૈ.
સીને મેં સુલગ રહે હૈ અંગારે જો,
યે ઉન્હેં બુજાને કા કામ કરતે હૈ.
🌹 સ્વર્ગસ્થ આત્માને શાંતિ અને મોક્ષ આપે.🌹

RIP Message in Gujarati
RIP Message in Gujarati

સ્નેહના સાગર સમા હર કોઇને પોતાના ગણી, પોતાના
પ્રેમાળ હૈયાથી ઓળખનારા, મુખ પર મધુર સ્મીત, અંતરમાં
ઊર્મિ, હૃદયથી ભોળા, સોમ્ય સ્વભાવવાળા આપના દિવ્ય
આત્માને પ્રભુ શાંતિ અર્પે એજ પ્રાર્થના. 🌸

હું તમારી ખોટ માટે ખૂબ દિલગીર છું.
પરંતુ તેમનો પ્રેમ હંમેશા તમારી યાદોમાં રહેશે.
🌷 પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે 🌷

શ્રદ્ધાંજલિ શાયરી

જીવનમાં હરપલ હસતા રહયા,
સ્નેહથી સૌના હૈયે વસત રહયા,
આશા અને અરમાનોની શ્રેષ્ઠ
ક્ષણોમાં જીવન જીવ્યા ટૂંકું પણ ઉત્તમ
જીવી ગયા, સર્વત્ર સુવાસ ફેલાવી
સંભારણા સૌના દિલમાં રાખી ગયા.
🙏 પ્રિભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે 🙏

સદ્ભાવના, સ્નેહ, સૌમ્યતા જેનો સ્વભાવ હતો,
સહજતા અને ઉદારતા જેના સદગુણો હતા,
પરમાર્થ અને પુરૂષાર્થ જેની કર્મ નિષ્ઠા હતી,
તેવા દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે એજ પ્રાર્થના સાથે અમારી શ્રધ્ધાંજલી…💐

આ સમાચાર ખરેખર આઘાત જનક છે,
મારા આંસુ હજુ પણ અટક્યા નથી.
અમારી પ્રાર્થના તમારી સાથે છે.
તમારી માતાના આત્માને શાંતિ મળે.
🙏 ઓમ શાંતિ 🙏

શ્રદ્ધાંજલિ શાયરી
શ્રદ્ધાંજલિ શાયરી

કુટુંબ માટે ફૂલો પાથરી ગયાં, જીવન એવું જીવી ગયા છે. કે
સૌને માર્ગદર્શક બની ગયા, દુ:ખને દેખાડ્યું નહીં, જીવન ભર
મહેંનત કરી સમગ્ર પરીવારનું હંમેશા ભલું કર્યું , સમાજમાં
સુવાસ ફેલાવી સેવા, સર્મપણ અને સંસ્કારની જ્યોત જલાવી,
🌹 પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના 🌹

આપના ઉત્તમ જીવન મુલ્યો, સેવા, સમર્પણ, માયાળુ સ્વભાવ, ઉદાર દિલ, સદાય અમારા હૃદયમાં જીવંત રહેશે.
🌸 પરમકૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને ચિત શાંતિ અર્પે 🌸

શ્રદ્ધાંજલિ વાક્યો ગુજરાતી

મને હજુ વિશ્વાસ નથી થતો કે તમે હવે અમારા વચ્ચે નથી રહ્યા.
🙏પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના 🙏

હું તમારા ભાઈના અવસાન પર, તમને અને તમારા પરિવારને મારુ હૃદયપૂર્વક વલણ વ્યક્ત કરું છું, તમારા ભાઈ હંમેશા આપણા હૃદયમાં રહેશે.
🌷 ભગવાન તેમની આત્મા ને મોક્ષ પ્રદાન કરે. 🌷

આ દુઃખના સમયમાં આપણો ભગવાન તમને અને તમારા પરિવારને આશીર્વાદ અને દિલાસો આપે.
💐 કૃપા કરી મારી શ્રદ્ધાંજલિ સ્વીકારો 💐

શ્રદ્ધાંજલિ વાક્યો ગુજરાતી
શ્રદ્ધાંજલિ વાક્યો ગુજરાતી

તમારા આ મુશ્કેલ સમય માં હું, તમારા માટે પ્રાર્થના કરું છું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. કૃપા કરીને તમારા નુકસાન માટે અમારી ભાવભરી શ્રદ્ધાંજલિ સ્વીકારો.💐

જીવ્યાં થોડું છતાંય જીતી ગયા ઘણું ન જાણું રામ સાથે સવારે શું થવાનું છે. નોતી ખબર અમને આટલું વહેલું તમારે જવાનું છે. જગતમાં કોઇ અમર રહેતું નથી. પણ તમે ગયા તે રીતે કોઇ જતું નથી. તમારી અણધારી વિદાય લવ-કુશ ઉપર વજ્રઘાત બની ગઈ.
🌷 ૐ શાંતિ 🌷

આ પણ જુઓ:- 

જો તમને ખાતરી હોતી નથી કે કોઈ વ્યક્તિનું નિધન થાય ત્યારે શોકની લાગણી કેવી રીતે વ્યક્ત કરવી, તો અહીં કેટલાક Death Shradhanjali SMS in Gujarati અથવા શ્રદ્ધાંજલિ સંદેશાઓ છે. જેનો તમે કોઈ મિત્ર અથવા પરિવારમાં થયેલ ખોટ સમયે તમારી સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે ઉપયોગ કરી શકો છો.

ઉપર દર્શાવેલ શ્રદ્ધાંજલિ મેસેજ માં તમે જેમનું નિધન થયુ છે, તેમનું નામ સાથે જોડી શકો છો. અથવા મૃત્યુ પામનાર વ્યક્તિની તમારી મનોહર યાદો સાથે તેમને કસ્ટમાઇઝ કરી શકો છો. પછી તમે તે શ્રદ્ધાંજલિ SMS કે Condolence Message in Gujarati ને શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવવા માટે ઉપયોગ માં લઇ શકો છો.

Shradhanjali Status in Gujarati

તમે જોયું હશે કે આજકાલ લોકો સોશિયલ મીડિયા પર પોતાની લાગણીને વ્યક્ત કરવા માટે શ્રદ્ધાંજલિ status પણ મુક્ત હોય છે. નીચે એક ખુબજ સરસ શ્રદ્ધાંજલિ સંદેશ અને શાયરી ના ફોટા નો વિડિઓ બનાવેલ છે. જે તમને Shradhanjali Status in Gujarati ની પોસ્ટ WhatsApp અને Instagram માં મુકવામાં મદદરૂપ થશે.

Shradhanjali Status in Gujarati

મિત્રો આશા રાખું છું કે, તમને અમારી આ Condolence Message in Gujarati અને Death Shradhanjali Message in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. તમારા મન માં કોઈ પ્રશ્ન હોય તો અમને નીચે comment માં જણાવી શકો છો અને આવી જ જીવન માં ઉપયોગી થાય તેવી પોસ્ટો નો આનંદ માણવા માટે આમારી વેબસાઈટ oceanofjobs.in ની મુલાકાત લેતા રેજો આભાર.


Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો