આપણા જીવનમાં સુરક્ષાનું હોવું ખુબજ જરૂરી છે. જો આપણે સુરક્ષિત હસું તોજ આપડે આપણું જીવન ખુલીને જીવી શકીશુ. આ પોસ્ટ માં, હું તમારા માટે Best 50+ Safety Slogan in Gujarati Language ની યાદી બનાવી લાવ્યો છું. દરેકને નોકરી પર સુરક્ષિત રહેવાનું મહત્વ યાદ અપાવવા માટે તમે કાર્યક્ષેત્રની આસપાસ આ સલામતી સૂત્રોને પ્રદર્શિત કરી શકો છો.
સલામતી ના નારા
કાર્યક્ષેત્ર, શાળા કે ઘરની દીવાલો પર લગાવી શકો તેવા ખુબજ સુંદર સલામતી સૂત્રો, Safety Slogan in Gujarati Language, Road Safety Slogan in Gujarati, અને Electrical, Fire, and Industrial Safety Slogan in Gujarati Language ના નારા અહીં નીચે આપેલ છે. જેનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓમાં થઈ શકે છે.
Safety Slogan in Gujarati
નસીબ બચાવે કોઈકવાર, સુરક્ષા બચાવે વારંવાર.
યાદ રાખો… સલામતીનો રસ્તો, સરવાળે સસ્તો.
અકસ્માત એ કુદરતની દેણ નથી, આપણી ભૂલનું પરિણામ છે.
અકસ્માતથી થાય વ્યથા, સુરક્ષા અપનાવવાની પાડો પ્રથા.
અકસ્માત થતા વળતર મળે, કપાયેલા અંગ વેચાતા ના મળે.
દૂર કરો સઘળો ગંદવાડ, આવે નહિ કદી મંદવાડ.
જો કરે સુરક્ષા સે કામ, ઉસકા રહે હંમેશા અચ્છા નામ.
સલામતી ના અક્ષર ચાર, સમજે તેનો બેડો પાર.
સુરક્ષાને મહત્વ, ટકાવે સોનુ અસ્તિત્વ.
પ્રદૂષણ હટાવો – પર્યાવરણ બચાવો.
Road Safety Slogan in Gujarati
ટ્રાફિક નિયમનોનું પાલન, માર્ગ સલામતીનું મોટું સાધન.!
ટ્રાફિકના નિયમો પાળો, આવનાર મુસીબતો ટાળો.
માથું રહે સલામત, હેલ્મેટની છે એ કરામત.
યાદ રાખો… બેદરકારીથી જે વાહન વાળે, અકસ્માત તેનું જીવન ટાળે.
સલામત માર્ગ મુસાફરી જીવનને બનાવે ‘સલામત’
ઉતાવળ અને આબરૂ બન્ને સુરક્ષાનાં દુશ્મન છે.
ટ્રાફિકના નિયમોનું હંમેશા પાલન કરો, વન વેના નિયમોનું પાલન કરો.
ઝડપની મજા – મોતની સજા
અકસ્માત એકને પરેશાની અનેકને.
ચાલો… આપણે બધા સાથે મળીને અભિયાન થકી બળદગાડી, ઊંટગાડી, ટ્રેક્ટરટોલી અને ટ્રેક્ટરગાડાઓમાં પાછળનાં ભાગે રિફલેક્ટ રેડિયમ સ્ટીકર લગાવી અકસ્માત અટકાવીએ અને મહામુલું જીવન બચાવીયે.
આ પણ જુઓ:-
Industrial Safety Slogan in Gujarati
સુરક્ષાના નિયમોનો કરો સંગ, રાખો શરીરને અભંગ.
કામ કરો ધ્યાનથી, સલામતી રહેશે શાનથી.
અકસ્માત ઘટાડો – ઉત્પાદન વધારો
જો બચાયેં અપના અંગ, સારી ખુશિયા ઉસકે સંગ.
તમે તમારી સુરક્ષાના જિમ્મેદાર વ્યક્તિ ને જોય રહ્યા છો. (બાથરૂમના અરીસા પર લાગેલું સ્ટીકર)
લગાઓ કામ પર સુરક્ષા કા પહરા, લે જાઓ ઘર મુસ્કુરાતા ચહેરા.
કીડી જેવડી એક જ ભૂલ, હાથી જેવડા તેના મૂલ.
કરશો નહિ મારુ તમારું, સુરક્ષા સૌનું કામ સહિયારું.
સુરક્ષાના સાધનો નો આધાર, બનાવે નહિ નિરાધાર.
સુરક્ષા સે કીજીયે હંમેશા કામ, મુસ્કુરાતે રહો સુબહ શામ.
Fire Safety Slogan in Gujarati
પૂરતી સાવધાની – સાચી સલામતી.
હર દિન સુરક્ષિત – કરે સુનિશ્ચિત.
સુરક્ષાના નિયમો પાળો, આવનારી મુસીબતો ને ટાળો.
અધિક સુરક્ષા – અધિક ઉત્પાદન
જે સલામતીથી શરમાય, તે જિંદગીથી કરમાય.
Electrical Safety Slogan in Gujarati
વીજળી અમૂલ્ય છે, તેનો દુરુપયોગ ન કરો.
કરો સલામતી નો સત્કાર, વ્યાપે નહી જીવનમાં અંધકાર.
ઉર્જા અમૂલ્ય હૈ, ઇસે વ્યર્થ ન હોને દે.
સંપ ત્યાં જંપ. સુરક્ષા ત્યાં પ્રગતિ.
સુરક્ષાને બનાવો જીવનનો મહામંત્ર, સાથે છે સદાય માટે ઔદ્યોગિક યંત્ર.
આ પણ જુઓ:-
ઉપર દર્શાવેલ Safety Slogan in Gujarati ને તમે તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ share કરી શકો છો કેમકે, સલામતી એ રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ખુદને હંમેશા એટલો મજબૂત અને યોગ્ય બનાવો કે તમે હંમેશા ખૂદને સુરક્ષિત મેહસૂસ કરી શકો. જયારે તમે મજબૂત રહેશો ત્યારે જ તમે બીજા લોકોની સુરક્ષા કરી શકશો.
મિત્રો, હું આશા રાખું છું કે તમને આમરી આ Safety Slogan in Gujarati Language 2025 પોસ્ટ પસંદ આવી હશે. નીચે કોમેન્ટ બોક્સ માં તમારો અભિપ્રાય લખવાનું ના ભૂલશો અને દરોજ જીવનમાં આવીજ ઉપયોગી થાય તેવી પોસ્ટોનો આનંદ માણવા માટે આમરી વેબસાઈટ oceanofjobs.in ની મુલાકાત લેતા રેજો.
Koi letest new pls