100+ મકરસંક્રાંતિ ની શુભકામનાઓ 2023 | Makar Sankranti Wishes and Quotes in Gujarati

3.7/5 - (6 votes)

ઉત્તરાયણ ની શુભકામનાઓ

મીઠા ગોળમાં મળી ગયો તલ,
ઉડ્યો પતંગ અને ખીલી ગયું દિલ,
દરેક ક્ષણે સુખ અને દરેક ક્ષણે શાંતિ.
🪁 તમને Happy Uttarayan અને Happy Makar Sankranti 🪁

જેમ સૂર્ય તેની ઉત્તર દિશામાં સફર શરૂ કરે છે, તેમ ચાલો આપણે સાથે મળીને પ્રેમ, શાંતિ અને આનંદથી ઉત્તરાયણની ઉજવણી કરીએ.
💐 તમને મકરસંક્રાંતિની ખૂબ-ખૂબ શુભકામનાઓ 💐

ઉત્તરાયણ ની શુભકામનાઓ
ઉત્તરાયણ ની શુભકામનાઓ

ખાલી કહેવા માટેજ
ઉતરાયણ નો તહેવાર એક દિવસ નો છે.
બાકી આખ્ખું વર્ષ આજ થાય છે….
હું તારી કાપું તું મારી કાપ….
બધા એક બીજા ની કાપો…✌
એ લપેટટટટ
🪁 તમને અને તમારા પરિવારને મકરસંક્રાંતિની શુભકામના 🪁

હુ ઉડતી પતંગ, તું છે કોઈ ડોર,
જ્યાં લઇ જાય, ત્યાં આવું તારી સાથ.
🌸 ઉત્તરાયની હાર્દિક શુભકામનાઓ 🌸

ફિરકી પકડવા વાળી ઘણી મળશે એવુ કેવા વાળા ફેક આઇડી મા પણ ફાફા મારતા હોય છે.
🌷 મકરસંક્રાંતિની શુભેચ્છાઓ 🌷

પહેલાના સમયે એક હજાર વાર દોરી માંથી પણ વધતી હતી.
આજે પાંચ હજાર વાર પણ ઓછી પડે છે.
આકાશ મોટું નથી થયું,
કાપાકાપી જ વધી ગઈ છે.
💐 મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ 💐

Makar Sankranti Poem in Gujarati

સદા અનુકૂળ એવો પવન મળે
એવુ મજાનુ સૌને જીવન મળે
ગોથ ખાતા પતંગને ઓથ મળે
ઢીલ કે ખેંચ બંન્ને સચોટ મળે
લડાવો પેચ તોય ના વેર મળે
માંગો બસ ત્રણ ને તેર મળે
મનમા ના કોઇથી વેર મળે
રહે ઉત્સાહ ન આવેશ મળે
કાપ્યાનો અનહદ આનંદ મળે
કપાયાનો ના કદી રંજ મળે
💐 હેપી મકરસંક્રાંતિ 💐

પતંગ આપણે કોઇનો કાપવો નથી
કોનો કેટલો છે પનો એ માપવો નથી
ક્યા ઉકેલાય છે ગુચવણ વહેવાર ની
દોષ કોઈનો ગણીને ગાંઠે બાંધવો નથી
પહેલો હક પક્ષીઓનો છે આ ગગનમા
પાંખ કાપીને લાલ રંગે દોરો રંગવો નથી
ફુકાતો હોય ભલે પવન પશ્વિમનો
ઉતરાયણ મા મહિમા દાનનો ભુલવો નથી
❤️ હેપી ઉત્તરાયણ ❤️

આ પણ જુઓ:- Condolence Message in Gujarati

Makar Sankranti Status in Gujarati

મકરસંક્રાંતિ ના દિવસે લોકો તેમના મિત્રો અને પરિવારના સભ્યો ને ઉત્તરાયણ ની શુભકામનાઓ સાથે-સાથે ઉત્તરાયણ શાયરી અને Uttarayan Status in Gujarati પણ મોકલતા હોય છે. કે જેનો ઉપયોગ તમે સોશિયલ મીડિયામાં Status રાખવા તરીકે કરી શકો. તેવુંજ એક સુંદર Happy Makar Sankranti Status in Gujarati નીચે મુજબ આપેલ છે.

Makar Sankranti Status in Gujarati

હવે તો Google Play store માં પણ મકરસંક્રાંતિ કે ઉત્તરાયણ ના વિડિઓ સ્ટેટ્સ અને ફોટો ફ્રેમ બનાવવાના Application ઉપલબ્ધ છે. જેની મદદ વડે તમે સુંદર મજાના ગીત સાથે ફોટોસ નું video status બનાવી શકો છો. નીચે એક તેવું જ Makar Sankranti Video Maker ના App ની લિંક આપેલ છે. જેને તમે તમારા મોબાઈલ માં install કરી ને સુંદર મજાના video status બનાવી શકો છો.

Makar Sankranti Video Maker App:- Click Here

સુંદર અને મનોહર મકરસંક્રાંતિ ફોટો અને વિડિઓ Editor એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારા પરિવાર અથવા મિત્રો સાથે તમારી પોતાની ઉત્તરાયણ ની શુભેચ્છાઓ બનાવો અને તેને તમારા પ્રિયજનો સાથે શેર કરો.

મકરસંક્રાંતિ કે ઉત્તરાયણ વિશે

ભારતમાં મકરસંક્રાંતિના તહેવાર ને પવિત્ર માનવામાં આવે છે. તે દિવસે લોકો સૂર્યની પ્રાર્થના કરે છે અને તેમની સફળતા અને સમૃદ્ધિ માટે આભાર પણ માને છે. મકરસંક્રાંતિના દિવસે લોકો વહેલી સવારે જ છત પર પતંગ ઉડાવવા માટે ચડી જાય છે.

ગુજરાતીઓ તો ઉત્તરાયણ ના દિવસે તલ/મમરાના લાડુ અને ચીક્કી બનાવી બધાને વહેચે છે, અને સાથે-સાથે શેરડી અને બોર નું વિતરણ કરે અને ખાય પણ છે. લોકો છત પર ગીતો વગાડી અને પતંગ ઉડાવવાનો આનંદ માણતા હોય છે. ‘કાયપો છે’ અને ‘લપેટ-લપેટ’ જેવી વિવિધ કિકિયારીઓ પણ કરતા હોય છે.

તમને આમરી આ મકરસંક્રાંતિ {ઉત્તરાયણ} wishes અથવા Makar Sankranti Wishes in Gujarati 2023 પોસ્ટ પસંદ આવી હશે તેવી હું આશા રાખું છે. તમારો અભિપ્રાય નીચે comment માં લખવાનું ના ભૂલશો અને આવી જ ઉપયોગી પોસ્ટો નો આનંદ માણવા માટે આમરી website ની મુલાકાત લેતા રેજો.


1 thought on “100+ મકરસંક્રાંતિ ની શુભકામનાઓ 2023 | Makar Sankranti Wishes and Quotes in Gujarati”

Comments are closed.

x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો