Fathers Day Quotes from Daughter in Gujarati
બાપ એ હસ્તી હોય છે સાહેબ,
જેના પગરખા થી પણ દીકરીને પ્રેમ હોય છે.
❤️ Love You Papa ❤️
💐 Happy Father’s Day 💐
એક પિતાએ પોતાની આંખો ચોધાર વહાવી હશે,
જયારે કાળજાના ટુકડાને પારકે ઘર વળાવી હશે.
🌹 પિતૃ દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🌹
મુજે રખ દિયા છાવ મેં ખુદ જલતે રહે ધૂપ મેં,
મૈંને દેખા હૈ એસા એક ફરિસ્તા અપને પિતા કે રૂપ મેં.
🌸 ફાધર્સ ડે ની શુભકામનાઓ 🌸
અરે આજે પપ્પા સાથે એટલી વ્યસ્ત થઈ ગઈ કે,
ફાધર્સ ડે ની પોસ્ટ મૂકતા જ ભુલાઈ ગઈ…
💐 ફાધર્સ ડે ની શુભેચ્છાઓ 💐
છુપાવી જીવે છે એ લાગણીઓ તમારાથી
ફક્ત હસતું મોઢું એમનું જોવા મળે તો બહુ થઈ પડે.
🌸 પિતૃ દિવસ ની શુભેચ્છાઓ 🌸
નોંધ:- મિત્રો અહીં ઉપર આપેલ Happy Fathers Day Quotes in Gujarati માં તમને અનુકૂળ આવે તેમ સુધારો કરી ને ઉપયોગમાં લઇ શકો છો.
આ પણ જુઓ:
પિતા, કે જેમણે પોતાના સપનાઓની ચિંતા કર્યા વગર હર હંમેશ પરિવાર માટે દિશા સૂચક રહી સારા સંસ્કારોનું સિંચન કરી ને પોતાના સંતાનોનું ભવિષ્ય ઉજળું બનાવે છે તથા મનુષ્ય ના ઘડતરમાં પિતા નો અમૂલ્ય ફાળો હોય છે તેવા વાત્સલ્યરૂપ પિતાશ્રીને લાખ-લાખ વંદન.
Fathers Day Status in Gujarati
WhatsApp, Instagram, અને Facebook માં મુકવા માટે અહીં નીચે એક ખુબજ સુંદર પાપા પગલી નું Fathers Day Status in Gujarati આપેલ છે. એક વાર જરૂર થી જુઓ ચોક્કસ પસંદ આવશે.
About Happy Fathers Day in Gujarati
ફાધર્સ ડે એ પિતૃઓના માનમાં વ્યાપકપણે ઉજવવામાં આવતો એક પવિત્ર તહેવાર છે. 20મી સદીના પ્રારંભમાં અમેરિકા દ્વારા પહેલો ફાધર્સ ડે 19 જૂન 1909 ના રોજ મનાવવામાં આવીઓ હતો. પ્રથમ વખત 1966 માં, USA ના રાષ્ટ્રપતિ લિન્ડન જોહન્સન દ્વારા જૂનના ત્રીજા રવિવારે તેને ઉજવવાનું નક્કી કર્યું હતું. 1909 માં શરૂથયેલ મધર્સ ડે પરથી તેમને ફાધર ડે મનાવવાની પ્રેરણા મળી હતી.
ઈ.સ. 1916 માં અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલસએ આ દિવસની ઉજવણીના પ્રસ્તાવને મંજૂરી આપી. 1924 માં રાષ્ટ્રપતિ કેલ્વિન કુલીજે તેને રાષ્ટ્રીય પ્રસંગ તરીકે જાહેર કર્યો, અને 1972 માં રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન એ પિતૃ દિવસને પ્રથમ વખત નિયમિત રજા તરીકે જાહેર કર્યો.
આપણા જીવનના દરેક ગ્રહણ ને સરળતા થી દુર કરનાર, આપણી ખુશી માટે દરરોજ જ યોગ દિવસ ઉજવી ને ખૂબ મહેનત કરનાર “પપ્પા” ને માત્ર “ફાધર્સ ડે” પૂરતા સેલ્ફી પાડી યાદ કરવા કરતાં કંઇક એવું કામ કરીએ કે એ હંમેશા મહેનત કરતા ચહેરા પર નાનકડી સ્માઇલ આવે, ત્યારે જ સાચો “ફાધર્સ ડે”.
મિત્રો, હવે હું આ પોસ્ટ ને વધુ લંબાવતો નથી અને મારા શબ્દોને અહીં જ વિરામ આપું છું. તમને ફાધર્સ ડે ની આ Happy Fathers Day Quotes in Gujarati અથવા Happy Fathers Day Wishes in Gujarati પોસ્ટ પસંદ આવી હશે તેવી હું આશા રાખું છું. આપણી વેબસાઇટ oceanofjobs.in પર હું આવીજ તહેવારોને લગતી પોસ્ટો લખતો હોવ છું, એટલે મુલાકાત લેતા રેજો.
અહીં નીચે Comment Box માં તમારો અભિપ્રાય લખવાનું ભૂલશો નહિ.