Weather Forecast: ગુજરાત પર ફરી વાવાઝોડાનુ સંકટ, 7 થી 11 જૂન મા છે ભારે વરસાદની આગાહિ

Weather Forecast: વાવાઝોડાની આગાહિ: વરસાદ આગહિ: હવામાન વિભાગ આગાહિ: ગુજરાત મા છેલ્લા 1 મહિનાથી કટકે કટકે અમુક વિસ્તારોમા કમોસમી વરસાદ પડી રહ્યો છે. હાલમા જ મોચા વાવાઝોડાની આગાહિ હતી જેનો ભય હજુ માંડ માંડ ટળ્યો છે ત્યા હવામાન વિભાગે નવી આગહિ કરી છે. જે મુજબ 7 જુનની આસપાસ સાયક્લોનીક સર્કયુલેશન લો પ્રેશર બની શકે છે અને 7 થી 11 જૂનમા ભારે વરસાદ આવવાની સંભાવના છે. ચાલો જાણીએ હવામાન વિભાગ આગાહિ અને વાવાઝોડાની આગાહિ શું છે.

Weather Forecast

ગુજરાતમાં હવામાન વિભાગે વાવાઝોડાની આગાહિ અને વરસાદ આગહિ અંગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. આ અંગે વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યમાં વાવાઝોડાની આગાહી કરી છે. જે મુજબ અરબી સમુદ્રમાં સાયક્લોનીક સર્ક્યુલેશન બનવાની સંભાવના હોવાનું કહ્યું છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શકયતા છે. આ સાથે 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની શકે છે. જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડાવીની શકયતા છે.

Weather Forecast

રાજ્યમાં ફરી એકવાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જૂન મહિનાની 7 થી 11 વચ્ચે અમુક જિલ્લાઓમા ભારે વરસાદની સંભાવના છે. મહત્વનું છે કે, અત્યારે વિધિવત ચોમાસુ લક્ષદ્વીપ અને માલદીવ પાસે પહોંચ્યુ છે. જોકે ટૂંક સમયમાં જ ચોમાસું કેરળ પહોંચી જશે. આ સાથે કેરળ બાદ ચોમાસુ મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાત આવશે અને ગુજરાતમા વિધિવત ચોમાસાની શરૂઆત થશે.

વાવાઝોડાની આગાહિ

હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સાયક્લોનીક સર્ક્યુલેશન બનવાની સંભાવના છે. જેને લઈ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શકયતા છે. આ તરફ હવામાને આગાહી કરી છે કે, 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બને તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમા ભારે વરસાદ પડવાની શકયતા રહેલી છે.

ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 6 થી 9 જુન ચક્રવાત આવવાની શકયતાઓ રહેલી છે. જેને લઈ આજથી 5 દિવસ સુધી વરસાદની પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે, આગાહી મુજબ રાજ્યમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આ તરફ ગુજરાતમાં ચોમાસાને લઈને અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે.

આ પણ વાંચો: ગ્રામીણ ડાક સેવક ભરતી 2023

હવામાન વિભાગ આગાહિ

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આ તરફ હવે હવામાન વિભાગે આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં વધુ એક સાયકલોનીક સિસ્ટમ સક્રીય થતાં 50 કિમીની ઝડપે રાજ્યમાં પવન ફૂંકાવાની શકયતા રહેલી છે. જેને લઈ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડમાં વરસાદની આગાહી છે. આ સાથે નવસારી, દમણ, સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહિ

રાજ્યમાં પ્રી-મોનસુન એક્ટિવિટી વચ્ચે હવે ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં 25 મેથી રોહિણી નક્ષત્ર બેસી ગયુ છે જે, 8 જૂન સુધી રોહિણી નક્ષત્ર રહેશે. 8 જૂને મૃગશીર્ષ નક્ષત્ર બેસી જશે. રોહિણી નક્ષત્રના ચાર પાયા છે. પહેલા ભાગમાં વરસાદ થાય તો 72 દિવસના વાયરા ફૂંકાય છે. બીજા ભાગમાં વરસાદ થાય તો એટલા વાયરાના દિવસ ઓછા ગણવા. એટલે પહેલા અને બીજા પાયામાં વરસાદ થયો છે. તેમજ રોહિણી ઉતરતા પણ વરસાદ થવાની સંભાવના રહેલી છે.

અગત્યની લીંક

હવામાન વિભાગ આગાહિ વિડીયોઅહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
 હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

x