Olectra Greentech share: આ શેરે રોકાણકારો ને કર્યા માલામાલ, 9 રૂ ના થયા 663

Olectra Greentech share: શેરબજારમાં સામાન્ય રીતે જો લાંબા ગાળાનુ આયોજન કરીને સાથે કોઈ નાની કંપનીમાં રોકાણ કરવામાં આવે તો લાંબાગાળે ઘણી વખતતગડી કમાણી થતી હોય છે. આવી જ એક સ્મોલ કેપ કંપની જેણે રોકાણકારોન માલામાલ કર્યા છે તેના વિશે આજે વાત કરવા જઈ રહ્યા છીએ.

જેનો 9 રુપિયાનો શેર આજે 663ની કિંમતે પહોંચી ગયો છે અને તેમા રોકાણ કરેલા રોકાણકારોને 6800 ટકા જેટલું છપ્પરફાડ રિટર્ન મળ્યું છે. આ સ્મોલ કેપ કંપની એટલે Olectra Greentech share માં હાલ વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ તેને લઈને એક્સપર્ટ ખૂબ જ બુલિશ છે.

Olectra Greentech share 1024x614 1

Olectra Greentech share

સ્મોલ કેપ કંપની ઓલેક્ટ્રા ગ્રીનટેક (Olectra Greentech) ના શેર પર બ્રોકરેજ ફર્મ જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસિસ બુલિશ જોવા મળે છે. ઈલેક્ટ્રિક બસ બનાવતી આ કંપનીનો શેર 738 રુપિયાનો ટાર્ગેટ પ્રાઈસ પણ દેખાઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે 10 વર્ષમાં આ શેર 6800 ટકા રિટર્ન આપ્યું છે. 25 એપ્રિલ 2013ના આ શેરની કંપની 9.51 રુપિયા જેટલી જ હતી.

વર્તમાન બજાર કિંમત મુજબ હજુ આ શેરમાં 10 ટકાના રિટર્નની હજુ આશા રાખવામાં આવી રહી છે. આ અંગે જણાવી દઈએ કે બુધવારે આ શેરની પ્રાઇસ બીએસઈ ઈન્ડેક્સ પર 653.05 રુપિયા જેટલી રહી છે. જે 1 ટકાના ઘટાડો નોંધયો હતો. તો એક સપ્તાહમાં 5 ટકાથી વધારે ઘટી ચૂક્યો છે. આ શેરે છેલ્લા 10 વર્ષોમાં રોકાણકારો 69 ગણુ રીટર્ન આપ્યુ છે.

10 વર્ષમા છપ્પરફાડ રીટર્ન

જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ એનાલિસ્ટ સાજી જોને એક રિપોર્ટમાં અનુસાર ‘અમને આશા છે કે કાર્બન મુક્ત ઉત્સર્જન પર સરકાર દૃઢ છે જેના કારણે કંપનીને સારો એવો ફાયદો થઈ શકે છે. તેથી મજબૂત ઓર્ડર બૂક અને પોતની કેપીસીટી ડેવલપ કરવાના સંકેત પણ શેરમાં તેજી લાવી શકે છે. તેવામાં આ શેરનો ટાર્ગેટ પ્રાઈસ 738 રુપિયા નક્કી કરવામાં આવી રહ્યો છે.’

તમને જણાવી દઈએ કે સ્મોલ કેપ કંપની ઓલેક્ટ્રા ગ્રીનટેક મુળભુત રૂપે ઈલેક્ટ્રિકલ બસ અને કમ્પોઝિટ પોલીમર ઇંસુલેટરનું નિર્માણ કરે છે. આ મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સહાયક કંપની છે. કંપનીને ગત વર્ષે બેસ્ટ (બૃહદ્ મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ) દ્વારા 3675 કરોડ રુપિયાનો 2100 ઈલેક્ટ્રિક બસો માટેનો ઓર્ડર આપવામા આવ્યો હતો. જે તેના અત્યાર સુધીના તમામ ઓર્ડરમાં સૌથી મોટો ગણવામા આવી રહ્યો છે.

આ દરમિયાન, માર્ચ 2022માં પુરા થતા વર્ષ માટે કંપનીનું ગ્રોસ સેલીંગ 25 ટકા વાર્ષિક સ્તરે વધીને 593.26 કરોડ રુપિયા સુધી પહોંચી ગયું છે. ઓલેક્ટ્રા ગ્રીનટેકે નાણાકીય વર્ષ 2012માં 59.79 કરોડ રુપિયાનું ગ્રોસ સેલીંગ નોંધાયુ હતું. આ સમયગાળા દરમિયાન કંપનીના નેટ પ્રોફિટમાં વર્ષ-દર-વર્ષ આધારે 33 ટકા વધારો થયો હતો અને તે વધીને 35.35 કરોડ રુપિયા થયો હતો.

શેરબજાર રોકાણ અગત્યની સૂચના

આ શેર ની માહિતી આપણે મેળવી. શેરબજારમા કોઇ પણ શેર મા રોકાણ કરતા પહેલા તેની કિંમતોનો ચાર્ટ અને કંપનીના ફંડામેન્ટલ, છેલ્લા રીઝલ્ટ, રીટર્ન વગેરે બાબતોનુ પુરતુ સંશોધન કરી પછી જ તેમા રોકાણ કરવુ જોઇએ. આડેધડ કોઇ પણ શેર લેવાથી ભવિષ્યમા નુકશાન વેઠવુ પડી શકે છે. આ ઉપરાંત કોઇ પણ શેરમા રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એકસપર્ટ ની સલાહ અચુક લેવી જોઇએ.

આ શેરની અહિ માત્ર ચાર્ટ આધારીત માહિતી પુરી પાડી છે. આમા અમારુ કોઇ રોકાણ કે ભાગીદારી નથી. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવુ જોઇએ. ઘણા શેર એવા હોય છે જે ટૂંકા સમયમા સારુ એવુ વળતર આપતા હોય છે. જ્યારે અમુક શેર આપણે લાંબો સમય સાચવીએ છતા સારુ વળતર મળતુ હોતુ નથી. તેથી શેરબજાર ના જોખમોને ધ્યાનમા રાખી રોકાણ કરવુ જોઇએ.

અગત્યની લીંક

Home pageClick here
Join our whatsapp GroupClick here

Olectra Greentech share નો ભાવ 2013 મા શું હતો ?

9 થી 10 રૂપીયા

Leave a Comment

x