Gujarat Monsoon Update News: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ તારીખથી ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી
- આજે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના
- આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસુ થશે સક્રિય
- નર્મદા, આણંદ, ભરૂચ, વડોદરામાં વરસાદ આવશે
Gujarat Monsoon Update News: ગુજરાતમાં ચોમાસાને લઈ સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગ બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે. આ સાથે આગાહી કરી છે કે, 25 જૂનથી ગુજરાતના વધુ વિસ્તારોને ચોમાસુ આવરી લેશે.
આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસુ થશે સક્રિય
ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની સંભાવના છે. જેમાં આજે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. તથા નર્મદા, આણંદ, ભરૂચ, વડોદરામાં વરસાદની સંભાવના છે. તેથી સાથે પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદ આવી શકે છે.
Rain Forecast: હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આગામી 24 કલાકમાં વિધિવત ચોમાસની એન્ટ્રી થઇ જશે. આજે હવામાન વિભાગે દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.
6 દિવસ ગુજરાતમાં ધડબડાટી બોલાવશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 27 જૂનથી 2 જૂલાઈ સુધી ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે કહ્યું કે, ઉદયપુર તેમજ રાજસ્થાનમાં વરસાદ તથા સાબરકાંઠામાં વરસાદ થતા સાબરમતી નદીમાં નવા નીર આવશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદના કારણે મધ્યપ્રદેશમાં પૂર આવી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રીને લઈ મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસુ સક્રિય થશે. નર્મદા નદીના વિસ્તારમાં વરસાદના કારણે નર્મદા બે કાંઠે થઈ શકે છે. આ તરફ દક્ષિણ ગુજરાતમા તાપી નદીમાં જળસ્તર વધી શકે તેવી આગાહી પણ અંબાલાલે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ અનુસાર આજથી આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી છે. આજે અને આવતીકાલે વલસાડ અને દમણ, તો 27 જૂને સુરત, નવસારી, વલસાડ અને દમણ, તો 28 જૂને સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પાંચ દિવસ વરસાદ
બિપરજોય વાવાઝોડની અસર બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પારો ઉંચો જતા ગરમીનું જોર વધ્યુ હતું. રાજ્યમાં સતત ગરમીને વચ્ચે કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે બિપરજોય વાવાઝોડાને પગલે ચોમાસું મોડુ આવશે. હાલ ચોમાસું મહારાષ્ટ્રના છેડે છે અને તે ગુજરાત તરફ આગળ વધે તેની રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે રાજ્યમાં આજે અને કાલે દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પાંચ દિવસ વરસાદ પડી શકે છે. આ દરમિયાન વરસાદનું જોર વધશે.