low-pressure area: windy.com ક્યાં પહોંચ્યુ બિપોરજોય વાવાઝોડુ ? લાઈવ જુઓ 🔴

🔴windy.com: ગુજરાત પર હાલ બિપોરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. ત્યારે આ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધશે કે પાકિસ્તાન તરફ ફંટાઇ જશે તેના તરફ લોકોની મીટ મંટાઇ રહિ છે. ગુજરાત પર અગાઉ વાયુ, તૌકતે જેવા વાવાઝોડા આવે ઘણુ નુકશાન પહોંચાડી ચૂક્યા છે ત્યારે આ બિપોરજોય વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધે છે કે પછી તેની દિશા બદલે છે તે મહત્વનુ બની રહે છે. ત્યારે ચાલો જાણીએ આ અંગે હવામાન વિભાગની શું આગાહિ છે અને વાવાઝોડાના સંભવિત જોખમને લઇ ને તંત્ર એ શું તૈયારીઓ કરી છે.

લેટેસ્ટ અપડેટ

[Latest Update} હાલનો વાવાઝોડાનો ટ્રેક જોતા આ બિપોરજોય વાવાઝોડુ તારીખ 15 જુને કચ્છના માંડવી અને કરાંચી વચ્ચે ટકરાય તેવી શકયતાઓ દેખાઇ રહિ છે.

windy

PM નરેન્દ્ર મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાત, બિપોરજોય વાવાઝોડાની સ્થિતિ તેમજ તંત્રની સજ્જતા અંગેની વિગતો મેળવી,આપત્તિની આ સ્થિતિમાં ગુજરાતને શક્ય તમામ મદદ પુરી પાડવાની ખાતરી આપી

આ પણ જુઓ: ઇમરજન્સી હેલ્પલાઇન નંબર માટે ક્લિક કરો

📍ક્યાં પહોંચ્યુ બિપોરજોય વાવાઝોડુ ?

  • વાવાઝોડા ની સ્પીડ 140 કીમી પ્રતિ કલાકની છે.
  • વાવાઝોડુ દર કલાકે 8 થી 10 કીમી આગળ વધી રહ્યુ છે.
  • ૧૫ જૂનની રાતે જખૌ પાસે ટકરાઇ શકે છે.
  • દરિયામા 10 મીટર ઉંચા મોજા ઉછળવાની સંભાવના છે.
  • રાજ્યના મોરબી, ઓખા ,કંડલા, માંડવી સહિતના બંદરો ઉપર ભયસૂચક 10 નંબરના સિગ્નલ લગાવવામા આવ્યા છે.
  • વાવાઝોડાની અસરને લઇને 10 નંબરનું સિગ્નલ લગાવાયું
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં 5 દિવસ ભારે વરસાદ ની આગાહિ
  • ગુજરાતમાં 14 જૂનથી શરૂ થશે વરસાદ
  • 15 અને 16 જૂને ભારે વરસાદ થઈ શકે
  • હાલ પોરબંદરથી દરિયામા 330 કિલોમીટર વાવાઝોડું દૂર
  • દ્વારકાથી વાવાઝોડું 385 કિલોમીટર દૂર છે
  • જખૌ અને નલિયાથી 440 કિલોમીટર જેટલુ વાવાઝોડું દૂર છે.
  • વાવાઝોડાનો ટ્રેક જોઇએ તો ઉત્તર દિશામાં વાવાઝોડું આગળ વધી રહ્યું છે
  • 14 જૂન સવારથી ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધે તેવી શકયતાઓ છે.
  • માંડવી અને કરાચીમાં વાવાઝોડાનો વિલય થશે
  • જખૌ પાસેથી વાવાઝોડું પસાર થશે
  • 14 અને 15 જૂને ભારે વરસાદ થવાની શકયતાઓ છે.
  • કચ્છ, દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદ પડશે.
  • જખૌ, નવલખી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામા આવ્યા છે.
  • દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 3 નંબરના સિગ્નલની ચેતવણી આપવામા આવી છે.
  • દરિયામાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે.
  • 14 જૂન રાતથી દરિયામાં પવનની ગતિ જોર પકડશે.
  • માછીમારોને 16 જૂન સુધી દરિયામા ન જવા કડક સૂચના આપવામાં આવી
  • 15 જૂને બપોરે 12 વાગ્યે વાવાઝોડું ટકરાશે
  • વાવાઝોડું આવવા સમયે પવન 125થી 135ની ઝડપે ફૂંકાશે
  • અત્યારે 7 કિમીની ઝડપે વાવાઝોડું કિનારા તરફ આગળ વધી રહ્યું છે
  • અમદાવાદમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે.
  • 14 અને 15 જૂને અમદાવાદમાં પણ ભારે વરસાદ થશે.

અરબી સમુદ્રમાં સક્રિય બનેલા સાયક્લોન બિપોરજોય અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સમુદ્રમાં બિપોરજોયની ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયા નજીકથી પસાર તશે તેવી શકયતાઓ છે. હવે બિપોરજોય પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાઇ રહ્યુ છે. વાવાઝોડાનો માર્ગ બદલાતાં લોકોમા ફરી ચિંતા વધી ગઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે વાવાઝોડું દક્ષિણ પશ્વિમ પોરબંદરથી 640 કિલોમીટર દૂર સ્થિત છે. તે હવે ધીમે ધીમે દરિયાકાંઠાથી નજીક આવી રહ્યુ છે. વાવાઝોડાનો માર્ગ વારંવાર બદલાતાં લોકોમા ફરી ચિંતા વધી રહી છે. હવે જખૌ તરફ ફંટાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ થોડુ વધ્યું છે. આગામી તારીખ 11 થી 14 જૂન સુધી તેજ પવન સાથે ભારે વરસાદની આવવાની શક્યતાઓ દેખાઇ રહિ છે. અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આ અંગે જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે 10, 11 અને 12 જૂને પવન 80 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. તેમજ પવન 120 કિમી પ્રતિ કલાકની ગતિ પણ પકડી શકે છે. આ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ અને વાવાઝોડાની સંભાવના રહેલી છે.

બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અધિકારીઓ અને કર્મચારીઓને હેડકવાર્ટર ન છોડવા સૂચના આપવામા આવી છે. આવનારા વાવાઝોડા ની સંભવિત અસર ને પહોંચી વળવા તંત્ર એલર્ટ છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છનાં દરિયાકિનારે અસર કરી શકે છે. વાવાઝોડાને કારણે દરિયાકિનારાના વિસ્તારોમા ભારે પવન ફુંકાશે. દરિયા કિનારે 70 થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. તેમજ સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ પણ પડવાની અગાહિ છે.

બિપોરજોય વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ 🔴અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

આ પણ જુઓ:

Leave a Comment

x