ચક્રવાત “બિપરજોય” અસરગ્રસ્ત વિસ્તારો!; જો તમારી સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવાઓ કામ ના કરે તો તમે હવે કોઈપણ ટેલિકોમ ઓપરેટરની નેટવર્ક ઉપયોગ કરી શકો છો. મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને માન્યુઅલી પસંદ કરો. વાગ્યા થી 17.06.23, રાત્રે 11:59 વાગ્યા સુધી ઉપલબ્ધ
ચક્રવાત “બિપરજોય” અસરગ્રસ્ત વિસ્તારોમા જો તમારી સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવાઓ કામ ના કરે તો તમે હવે કોઈપણ ટેલિકોમ ઓપરેટરની નેટવર્ક ઉપયોગ કરી શકો છો. જે માટે મોબાઇલ સેટિંગ્સ મા જઇ ને સિમ કાર્ડ ઓપશન ઓપન કર્યા બાદ મોબાઇલ નેટવર્કને માન્યુઅલી પસંદ કરો.
આ સુવિધા 17.06.23 ના રાત્રે 11:59 વાગ્યા સુધી જ ઉપલબ્ધ રહેશે. આ સુવિધા માત્ર 7 જિલ્લાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી માટે કામ કરશે.
વાવાઝોડા દરમિયાન મોબાઈમાં નેટવર્ક ન આવે તો શું કરશો?
બિપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત છે, નાગરિકોને મદદ માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. સાથે જ Gujarat LSA, Department of Telecommunications એટલે કે લાયસન્સ સર્વિસ એરિયા-ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ટ્વિટ કરીને નાગરિકોને વધુ એક મહત્વની સુવિધાની માહિતી પુરી પાડવામાં આવી છે જેને તમે મુસીબતના સમયે ઉપયોગ કરી શકો છો.
Gujarat LSA, Department of Telecommunications દ્વારા ટ્વિટ કરીને જણાવાયું છે કે, મુસીબતના સમયે જો તમારા મોબાઈલમાં નેટવર્ક કામ નથી કરતું, તો તમે તમારા મોબાઈલના સેટિંગ્સમાં જઈ મેન્યુઅલી નેટવર્કની પસંદગી કરી શકશો જેની પ્રોસેસ, મોબાઇલ સેટિંગ્સમાં જઈ સિમકાર્ડ સિલેક્ટ કરી ત્યાર બાદ મોબાઈલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરી શકશો. આ સુવિધા 17 તારીખ રાતના 11:59 વાગ્યા સુધી ઉપલબ્ધ હશે.
બિપોરજોય વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ:- Click Here
રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.
- અમદાવાદ – 079-27560511
- અમરેલી – 02792-230735
- આણંદ – 02692-243222
- અરવલ્લી – 02774-250221
- બનાસકાંઠા – 02742-250627
- ભરૂચ – 02642-242300
- ભાવનગર – 0278-2521554/55
- બોટાદ – 02849-271340/41
- છોટાઉદેપુર – 02669-233012/21
- દાહોદ – 02673-239123
- ડાંગ – 02631-220347
- દેવભૂમિ દ્વારકા – 02833-232183, 232125, 232084
- ગાંધીનગર – 079-23256639
- ગીર સોમનાથ – 02876-240063
- જામનગર – 0288-2553404
- જૂનાગઢ – 0285-2633446/2633448
- ખેડા – 0268-2553356
- કચ્છ – 02832-250923
- મહીસાગર – 02674-252300
- મહેસાણા – 02762-222220/222299
- મોરબી – 02822-243300
- નર્મદા – 02640-224001
- નવસારી – 02637-259401
- પંચમહાલ – 02672-242536
- પાટણ – 02766-224830
- પોરબંદર – 0286-2220800/801
- રાજકોટ – 0281-2471573
- સાબરકાંઠા – 02772-249039
- સુરેન્દ્રનગર – 02752-283400
- સુરત – 0261-2663200
- તાપી – 02626-224460
- વડોદરા – 0265-2427592
- વલસાડ – 02632-243238
આ પણ જુઓ:
- જાણો દરરોજ 2000 થી વધુ કઈ રીતે કમાવા
- ફ્રી માં પ્રોડક્ટ મંગાવાની ધમાકેદાર એપ
- જુઓ ક્યાં પહોંચીયું વાવાજોડું
કુદરતી આપત્તિ ભારે તબાહી મચાવે છે ત્યારે એક સ્થળેથી બીજા સ્થળે સંદેશો મોકલવો મુશ્કેલ બની જાય છે. આ સંજોગોમાં હેમ રેડિયો આર્શીવાદરૂપ સાબિત થાય છે. બિપોરજોય વાવાઝોડું ગુજરાતને દસ્તક આપી રહ્યું છે, ત્યારે હેમ રેડિયોની મદદ લેવામાં આવી રહી છે. કચ્છ સહિત અન્ય સંભવિત જિલ્લાઓમાં હેમરેડિયો સાથેની સાત ટીમોએ મોરચો સંભાળી લીધો છે. એન્ટેના અને ૧૨ વોટની બેટરીથી રાહત બચાવ માટે વાતચીત ફોટા અને પત્ર મોકલવા વાવાઝોડુ આવે કે પૂર, સુનામી આવે કે પછી ભૂકંપ, કુદરતી આપદામાં બધુ તહસનહસ થઇ જાય છે ત્યારે સંદેશા વ્યવહાર ઠપ થઇ જાય છે.